ગુજરાત

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં એ.એ.અન્સારીનો ઐતિહાસિક સરસાઈ સાથે ભવ્ય વિજય…

રાજ્યભરના વકીલોનો અભૂતપૂર્વ ટેકો: ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહીને રચ્યો ઇતિહાસ

“વકીલ આલમમાં ગુંજ્યું નામ તમારું,
સંગઠન અને સેવામાં એ.એ. અન્સારીનું કામ ન્યારું.
ઐતિહાસિક જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન,
તમારા નેતૃત્વને આજે કરે છે ગુજરાત વંદન!”

અમદાવાદ/ગુજરાત: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીના પરિણામોમાં આજે એક નવો અધ્યાય લખાવા પામ્યો છે. વકીલોના હિત અને કલ્યાણ માટે હંમેશા તત્પર રહેતા વરિષ્ઠ એડવોકેટ એ.એ. અન્સારી અપ્રતિમ લોકપ્રિયતા અને જનસમર્થન સાબિત કરી બતાવ્યું છે. આ ચૂંટણીમાં તેમણે ૨૩૯૮- એકડા (૧) મતોથીજંગી સરસાઈ (લીડ) મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઐતિહાસિક વિજય મેળવ્યો છે.

વકીલ આલમમાં ખુશીનો માહોલ
આ જીતને ગુજરાતના કાયદાકીય જગત માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહી છે. એ.એ.અન્સારીને મળેલી આ ઐતિહાસિક સફળતા દર્શાવે છે કે વકીલોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ કેટલો અતૂટ છે. ચૂંટણી પરિણામ જાહેર થતાની સાથે જ તેમના સમર્થકો અને રાજ્યભરના વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

વકીલોનો આભાર વ્યક્ત કરતા એ.એ.અન્સારી
પોતાની આ ભવ્ય જીત પર પ્રતિક્રિયા આપતા એ.એ. અન્સારીએ ગુજરાત રાજ્યના તમામ વકીલ મિત્રો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “આ વિજય માત્ર મારો નથી, પરંતુ ગુજરાતના દરેક વકીલનો છે. મને જે અપાર પ્રેમ અને વિશ્વાસ આપવામાં આવ્યો છે, તેને હું હંમેશા જાળવી રાખીશ અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહીશ.”

ઐતિહાસિક જીતનું રહસ્ય
એ.એ. અન્સારીની આ જીત પાછળ તેમનું વકીલ આલમ પ્રત્યેનું સમર્પણ, પ્રમાણિકતા અને સતત સેવાની ભાવના મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. ૨૩૯૮ મતો સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને તેમણે પોતાની લોકપ્રિયતાની એક નવી ઊંચાઈ સ્થાપિત કરી છે.

આ સમાચારને શેર કરો