હેવાનિયતની હદ વટાવાઈ !! 5 વર્ષની બાળકીને 40 વર્ષના હેવાને પીંખી નાખી…

હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામમાં 5 વર્ષની માસુમ બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે.

આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 40 વર્ષના નરાધમે 5 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. આ બનાવની જાણ થતા DYSP સહિતના અધિકારીઓ રાવળિયાવદર દોડી આવ્યા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નરાધમની અટકાયત કરવામાં આવી છે. આ બનાવને લઈને ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો