Placeholder canvas

વાંકાનેર: દલડી ગામ પાસે 3 વર્ષની છોકરી ગુડ્સ ટ્રેન હડફે આવી જતા મોત

વાંકાનેર: દલડી ગામ પાસે આજે એક ત્રણ વર્ષની નાની છોકરી ટ્રેન હડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામના સિંધા સામંતભાઈ ભરવાડની આશરે ત્રણ વર્ષ ઉંમરની દીકરી પોતાના ઘરેથી રેલવે ટ્રેકની સામેની સાઈડમાં આવેલા વાળામાં જતી હતી એ દરમિયાન એક માલગાડીની હડફેટ આવી જતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આજે ઇદના તહેવારના કારણે લોકો ઘરે જ હોય જેથી ગામમાંથી લોકો ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રેન હડફેટે આવેલ નાની બાળકી તપાસતા તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેમને પી.એમ.માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો