skip to content

આઈસરની ડ્રાઈવર કેબીન ટ્રકમાં ઘૂસી ગઈ…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીંબડીના કટારીયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક, ડમ્પર અને આઇસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોકો બનાવના સ્થળે દોડી ગયા હતા. આ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો