skip to content

વાંકાનેર: મહિકા ગામે પત્નીએ દારૂ પીવા ન દીધો તો પતિએ ઝેરી દવા પીઈ લીધી.!!

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત શ્રમિક પરણિત યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને ઝેરી દવા પીઇ લીધી હતી.

મળેલી માહિતું મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની બબલુ ધુલસિંહ ધારવા (ઉ.વ. 28) નામના યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા યુવાનને મનમાં લાગી આવતાં તેણે વાડીએ ખડમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી, જેથી તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યું નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો