skip to content

વાંકાનેર: હશનપરમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા.

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના હશનપર ગામ પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર જુગરીઓને રંગેહાથ ઝડપી પડ્યા હતા.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે હશનપર ગામે બી.પી.એલ ચોકમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). મુકેશભાઈ સુરેશભાઈ દલસાણીયા (ઉ.વ.૩૩), ૨). રણજીતભાઇ બાબુભાઈ ટોટા (ઉ.વ.૨૬), ૩). મહેશભાઈ ખોડાભાઇ કુણપરા (ઉ.વ.૪૦) તથા ૪). અનીલભાઈ રાજુભાઇ પડસારીયા (ઉ.વ.૨૯, રહે. બધા હશનપર)ને રોકડ રકમ રૂ.10,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

આ સમાચારને શેર કરો