skip to content

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધીના સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે અને સુરક્ષામાં ચુક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સાથે વડાપ્રધાનની સુરક્ષાને પગલે આવતીકાલ સુધી રાજકોટ શહેરમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો