skip to content

વાંકાનેર: લાકડધાર રોડ પર હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતો શખ્સો ઝડપાયો

વાંકાનેર: હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે લાકડધાર રોડ પર જાહેરનામાનો ભંગ કરતો એક યુવક ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન નવા ઢુવા ગામ પાસે લાકડધાર રોડ પર આરોપી હરજીભાઇ ભનુભાઇ માથાસુરીયા મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપીએ પોતાની પાસે આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકો હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ ૩૭(૧),૧૩પ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો