skip to content

મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરી હત્યા.

મોરબી : મોરબી જિલ્લામાં ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે મંગળવારે રાત્રિના જૂના બસ સ્ટેન્ડ નજીક એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ જૂના બસ સ્ટેન્ડ નજીક ખોડિયાર પાન પાસે મંગળવાર રાત્રિના 11 વાગ્યાની આસપાસ હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવાનની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરો