skip to content

દેવાયત ખવડના જામીન રદ્દ:રાજકોટમાં સેશન્સ કોર્ટે પણ વચગાળાની અરજી ફગાવી…

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક ખૂની હુમલો કરવાના ગુનામાં લગભગ છેલ્લા બે માસથી જેલવાસ ભોગવી રહેલા લોકગાયક કલાકાર દેવાયત ખવડએ વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જેને સેશન્સ કોર્ટે ફગાવી છે. આ મામલે સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલ કરાઈ હતી. જે બાદ કોર્ટે નિર્ણય જાહેર કર્યો હતો.

આ સમાચારને શેર કરો