skip to content

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીક બે બાઈક અથડાતા એક યુવાન ઘવાયો…

વાંકાનેર શહેરના રહેવાસી યુવાન પોતાનું બાઈક લઈને ઘરે પરત ફરતા હોય ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક અન્ય બાઈક સાથે યુવાનનું બાઈક અથડાતા ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના દિગ્વિજયનગરના રહેવાસી વિશાલ અશ્વિનભાઈ ગોહેલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે વઘાસીયા ગામ નજીક આવેલ કયુંસ્ટોન સિરામિકમાં કામ કરતા હોય અને કારખાનેથી બાઈક જીજે ૦૩ સીએસ ૧૧૬૫ લઈને વાંકાનેર જવા નીકળ્યા હોય ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક ઢુવા તરફથી પાછળ આવતા બાઈક જીજે ૩૬ એઈ ૭૮૪૮ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેથી બાઈક ચાલક વિશાલ ગોહેલને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો વાંકાનેર સીટી પોલીસે બાઈક જીજે ૩૬ એઈ ૭૮૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો