skip to content

વાંકાનેર:ભાટિયા સોસાયટી પાસે ટ્રેનની હડફેટ આવી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર: આજે બપોરના 12 વાગ્યાની આસપાસ વાંકાનેર ભાટિયા સોસાયટી પાસે આવેલ રેલ્વે ટ્રેક પરથી એક ગુડ ટ્રેન (માલવાહક ગાડી) પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો યુવક આ ટ્રેનની હડબેઠ આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટના બનતા જ ગુડ ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને લોકો એકઠા થઈ ગયા હતા. ટ્રેનના પાયલોટે રેલવે પોલીસને જાણ કરતા રેલ્વે પોલીસ ત્યાં દોડી આવી હતી. મૃતકને PM માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ યુવાન કોણ છે ? તે કઈ રીતે માલગાડીની હડબેઠ આવી ગયો તેમની ચોક્કસ માહિતી મળી નથી. થતી વાતો મુજબ પતંગ પકડવા જતા ટ્રેનના હડબેઠ આવી ગયો અને બીજી વાત મુજબ રેલવે ટ્રેક પર ઈયર ફોન રાખીને બેઠો હતો અને ટ્રેનની હડબેઠ આવી ગયો હોવાની વાતો થઈ રહી છે. કે પછી આત્મહત્યા કરી ? અમો આ ઘટનાની અને મૃતક વિશેની માહિતી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

આ સમાચારને શેર કરો