skip to content

વાંકાનેર: માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી પોલીસે દેશી દારૂનું વેચાણ કરતી એક મહિલાને ઝડપી લઈને દેશી દારૂનો જથ્થો કબજે લીધો છે તેમજ અન્ય આરોપીનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે માટેલ રોડ પર સ્પેનટો સિરામિક પાછળ રેડ કરી હતી જેમાં આરોપી વસંતબેન દિનેશભાઈ જખાણીયા રહે માટેલ રોડ મૂળ રાજકોટ વાળાને ઝડપી લઈને દેશી દારૂ ૧૦૦ લીટર કીમત રૂ ૨૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જયારે અન્ય આરોપી મનુભાઈ રામજીભાઈ મકવાણા રહે વીરપર તા વાંકાનેર વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો