skip to content

હળવદ: મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો પાસા હેઠળ જેલ હવાલે  

હળવદ પોલીસ મથક વિસ્તારમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ધકેલીને હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસના મારામારીના ગુન્હામાં સંડોવાયેલ હળવદના શહેરના કણબીપરામા રહેતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી તથા કૃષ્ણનગરમાં રહેતા આરોપી મેહુલ ઉર્ફ મેરીઓ ઉર્ફે મેરો કાળુભાઈ કણજરીયાની હળવદ પોલીસ અટકાયત કરી ધર્મેન્દ્રને ભાવનગર અને આરોપી મેહુલને પોરબંદર જિલ્લાની જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો