skip to content

વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર બાઉન્ટ્રી નજીક વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા રહેતી મહિલાને સાડાત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી મુજબ મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ મહમદઅસ્લમ શૌકતઅલી અંસારી અને તેમની ટીમને મળેલી સચોટ બાતમીને આધારે ગઈકાલે વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી ઠીકરીયાળા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા વૃદાવન સોસાયટી બાજુમાં રહેતી કરીમા સાગર નાઘોણા ઉ.25 નામની મહિલાને રૂપિયા 35 હજારની કિંમતના 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 5 હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો