skip to content

મોરબી બેઠક પર “આપ”ના ઉમેદવાર પંકજ રાણસરિયા

મોરબી: અગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની ગતિવધી તેજ બની ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે મજબૂત રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. અને પોતાનું પુરે પુરુ ફોકસ ગુજરાતમાં કરી રહી છે.

ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી સહિત વધુ 13 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મોરબી બેઠક પર આપ દ્વારા યુવા નેતા પંકજ રાણસરિયાને પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે .

આપના ઉમેદવાર પંકજ રાણસરિયા ગત પેટા ચૂંટણીમાં લાઈમ લાઇટમાં આવ્યા હતાં. તેઓ એ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પંકજ રાણસરિયા એક નવ યુવાન નેતા તરીકે ઓળખ ધારાવે છે. અને પાટીદાર સમાજમાંથી આવે છે.

આ સમાચારને શેર કરો