skip to content

વાંકાનેર: દિઘલિયા ગામે વાડીએ ઇલેકટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે વાડીએ ઇલેકટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત થયાની ઘટના ઘટી હતી. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા ૬૫ વર્ષીય હમીરભાઈ દેવશીભાઈ પરમાર વાડીએ કામ કરતા હતા. એ સમયે અચાનક ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો