Placeholder canvas

આજે સાંજથી ઇસ્લામી નૂતન વર્ષ અને ‘મહોરમ’નો થશે પ્રારંભ…

ઇસ્લામી નૂતન વર્ષનો આજે સાંજનાં ચંદ્રદર્શન થતા ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત થશે આ નવું વર્ષ મગરીબની નમાઝથી પ્રારંભ થશે. જેમની સાથો સાથ હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મનાવાતા ‘મહોરમ’ના પર્વ શરૂ થશે. મહોરમ માસના પ્રથમ 10 દિવસ દરમિયાન શહેરના મુસ્લીમ વિસ્તારોમાં વાએઝ-ન્યાઝ અને તકરીરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં શબીલો ઉભી કરવામાં આવી છે. જેના મારફત દૂધ કોલ્ડ્રીંક્સ, ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવશે. મુસ્લીમ સમાજના ઇસ્લામી નૂતન વર્ષ હીજરી 1444નો આજે સાંજથી પ્રારંભ થઇ રહ્યો છે. તેની સાથોસાથ મહોરમનું પર્વ પણ શરુ થાય છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોરાના કાળના બે વર્ષ દરમિયાન કલાત્મક તાજીયાનું જુલુસ શહેરના રાજમાર્ગો પર નીકળી શક્યું ન હતું. બે વર્ષનાં લાંબાગાળા બાદ મહોરમના પર્વમાં તા. 8 અને 9ના કલાત્મક તાજીયાનું જુલુસ પરંપરાગત રુટ પર નીકળશે. જોગનું જોગ ગઈ કાલથી હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થઇ ચૂક્યો છે. જ્યારે આજે સાંજના ચંદ્ર દર્શન થતા જ મગરીબની નમાઝ બાદ ઇસ્લામી નૂતન વર્ષ અને મહોરમના પર્વનો પ્રારંભ થશે.

કપ્તાન પરિવાર તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને નવા વર્ષની ખુબ ખુબ મુબારકબાદી અને આજથી શરૂ થતા મોહરમના પર્વમાંથી અને હઝરત ઈમામ હુસેનના જીવનમાંથી શીખ મેળવી પોતાના જીવન ઉતારીને જીવન વિતાવે એ માટેની શુભેચ્છાઓ….

આ સમાચારને શેર કરો