skip to content

મોરબી જિલ્લાના દરેક તાલુકામાં લાયઝન અધિકારીની નિમણૂંક કરતા કલેક્ટર

મોરબી જિલ્લામાં ફ્લડ, કુદરતી આપદા તથા સરકારના વિવિધ કાર્યક્રમો તથા જિલ્લામાંથી સોપવામાં આવતી મહત્વની યોજનાઓ તથા ઝુંબેશ સ્વરૂપે સોપાયેલ કામગીરી સુચારૂ રૂપે સમયમર્યાદામાં પૂર્ણ થાય એ હેતુથી સરકારની સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

મોરબી ગ્રામ્ય અને શહેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ટંકારા તાલુકાના લાયઝન અધિકારી તરીકે ઇશીતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી-મોરબી, વાંકાનેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે એ.એચ. શિરેસીયા, પ્રાંત અધિકારી વાંકાનેર, હળવદ તાલુકાના લાયઝન અધિકારી તરીકે એમ.એ.ઝાલા, પ્રાંત અધિકારી, હળવદ, માળિયા(મીં) તાલુકાના લાયઝન અધિકારી તરીકે દેવાંગ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારીની નિમણૂક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો