Placeholder canvas

મોરબી:લીલાપર રોડ પર છરીના ઘા જીકીને ભાઈએ ભાઈની જ હત્યા કરી !

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ગત મોડી રાત્રે પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીકી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના બનાવની પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ને ગત મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા ભાઇ સરફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ઇમરાન શાહમદારને 108 મારફતે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

છરીના ઘા ઝીકવાથી ગંભીર રીતે ઘાયલ ઇમરાન શાહમદારને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ગંભીર બનાવ મામલે મોરબી સિટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી હત્યારા પિતરાઈ ભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ગત મોડી રાત્રે આ હત્યાનો બનાવ બનતા એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ સમાચારને શેર કરો