skip to content

વાંકાનેર: લુણસર ગામે પુલિયા પરથી ટ્રક ચલાવવા બાબતે થયો ડખો

વાંકાનેરના લુણસર ગામના રહેવાસી ભરત કાનાભાઈ મુંધવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી મગા હનાભાઈ સાટીયાને માટી ભરી ટ્રક પુલિયા પર ચલાવવાની ના પાડતા આરોપી મગાભાઇ હનાભાઈ સાટીયા, જેસાભાઈ મગાભાઇ સાટીયા અને હિતાચી મશીનના ડ્રાઈવર એમ ત્રણ ઇસમોએ ગાળો આપી ફરિયાદી ભરતભાઈ અને કાનાભાઈને મારી નાખવાની ધમકી આપી હતી

તેમજ બાદમાં આરોપીઓ મગાભાઇ હનાભાઈ સાટીયા, જેસાભાઈ મગાભાઇ સાટીયા અને હિતાચી મશીનના ડ્રાઈવર, દામાંભાઈ મગાભાઇ સાટીયા, મફાભાઈ ગેલાભાઈ ભરવાડ, હરિભાઈ દેવાભાઈ ભરવાડ અને જગાભાઇ ભુરાભાઈ ભરવાડ એમ સાત ઇસમોએ બોલેરો જીપમાં આપીને પાઈપ વડે માર મારી મોહનભાઈ તેમજ ભવાનભાઈને ઈજા કરી મોટરસાયકલમાં નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો