Placeholder canvas

વાંકાનેર: મહીકા ગામમાં વાહન સાઈડમાં ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાહનો સામસામે આવી જવાની બાબતે યુવક પર છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 24ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં સોયબભાઇ અલીભાઇ બાદી મસ્જીદે નમાજ પેઢીને પોતાના મોટર સાયકલ પર ઘરે જતા હતા. ત્યારે આ આરોપી પુષ્પરાજસિંહ વાળા (રહે. ગારીયા, તા. વાંકાનેર) પોતાનું ફોરવ્હીલ લઇ સામે રોડ પર ફરીયાદી સોયબભાઈના મો.સા. સામે આવવા દેતા સોયબભાઇએ આરોપીને પોતાની કાર સાઇડમાં ચલાવવાનુ કહ્યું હતું. આથી, આરોપી પુષ્પરાજસિંહે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી હતી.

આરોપી ફરીયાદીની પાછળ ફરીયાદીની દુકાને જઇ ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ગાળો આપી પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ફરીયાદી સોયબભાઇ સાઇડમાં ખસી ગયા હતા. અને ફરીયાદીને ડાબા પડખે કમરના ઉપરના ભાગે છરી મારી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો