PUC, હૅલ્મેટની 31 ઑક્ટોબર સુધી સમયમર્યાદા વધારાઈ
મોટર વ્હીકલ એક્ટના નવા નિયમને લઈ સરકારે વધુ એક સકારાત્મક નિર્ણય લીધો છે. સરકારે પીયુસી, હેલમેટ અંગે મહત્વનો નિર્ણય લઈ તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. નવા ટ્રાફિક નિયમોને લઈ રીક્ષા ચાલનોની કેટલીક માંગ મુદ્દે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે.
આ મુદ્દે જાણકારી આપતા વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યું કે, તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલમેટની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. સાથે રીક્ષા ચાલકોની મોટાભાગની માંગ પમ સ્વીકારી લેવામાં આવી છે, અને તેમના માટે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…