વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રક્તદાન તદ્દન કેમ્પમાં 99 દાતાઓએ રક્તદાન કર્યું

વાંકાનેર: આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે, વાકાનેર સિવિલ હોસ્પિટલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 99 દાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ રકતદાન કેમ્પમાં વાંકાનેર રાજ પરિવારમાંથી કેસરીદેવસિંહજી ઝાલા, પ્રાંત અધિકારી,, મામલતદાર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખના પતિ, ભાજપ તાલુકા પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી વિગેરે રાજકીય આગેવાનો અને અધિકારીઓ હાજરી આપી હતી.

આ રક્તદાન કેમ્પમાં એકત્રીકરણ થઈ રકત હવે પછી સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીને જરૂર પડશે ત્યારે તેમની પાસેથી કોઈપણ ચાર્જ લીધા વગર તદ્દન ફ્રીમાં આપવામાં આવશે, જો કોઈ દર્દીને આવી જરૂર પડે ત્યારે સિવિલ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરનો સંપર્ક કરવો…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો