Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 9 નવા કોરોના પોઝિટિવ કેઝ નોંધાયા.

મોરબી તાલુકામાં સાત અને વાંકાનેર તાલુકામાં બે અને એક દર્દી ડીસ્ચાર્જ થયા…

મોરબી જિલ્લામાં આજે 9 નવા કોરોના પોઝિટિવ કેઝ નોંધાયા છે, જેમાં મોરબી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 4 અને શહેરી વિસ્તારમાં 3 આમ મોરબી તાલુકામાં કુલ 7 નવા કેઝ નોંધાયા છે. જ્યારે વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 2 કેશ નોંધાયા છે. મોરબી જિલ્લામાં આજે કુલ આજે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે કુલ 983 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી નવ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવેલ છે. આજે એક દર્દીને સારું થઈ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ આજની તારીખે મોરબી જિલ્લામાં કુલ 40 એક્ટિવ કેસ છે.

આ સમાચારને શેર કરો