ટંકારામાં મામલતદાર હસ્તે ધ્વજવંદન કરી ૭૩મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મામલતદાર હસ્તે ધ્વજવંદન કરી ૭૩મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા ટંકારા ગામ પંચાયતના વિકાસ માટે પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો. કોરોનાને પગલે સીમિત આમંત્રિત મહેમાનો સાથે ઉજવણી કરી

૨૬ મી જાન્યુઆરીની ટંકારા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદાર એન.પી. શુક્લ દ્વારા બરાબર નવ ને બે મિનીટે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી બાદમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જેમા મહિલા ફોજદાર ગોંડલિયાબેને મોરચો સંભાળ્યો હતો મામલતદારે રાષ્ટ્રીય પર્વને અનુરૂપ સંબોધન કર્યુ હતું અંતમાં તાલુકામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કરનારાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ટંકારા ગામ પંચાયતના વિકાસ માટે કલેકટર મોરબી દ્વારા પાંચ લાખનો ચેક નવનિયુક્ત સરપંચ ગોરધનભાઈ ખોખાણી ને અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે ટંકારા તાલુકાના આગેવાન પ્રભુ કામરીયા, ભુપત ગોધાણી, કિરીટ પટેલ, રૂપસિંહ ઝાલા, ફિરોઝ અપને, નોટરી એન્ડ વકિલ આર જી ભાગિયા સહિતના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો