Placeholder canvas

86 વર્ષના ડોસાએ 7 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજાર્યું…

રાજકોટમાં 86 વર્ષના વાસનામાં અંધ બનેલા વયોવૃધ્ધે પોતાની પ્રપૌત્રીની ઉંમરની માત્ર સાત વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.ભકિતનગર પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વૃધ્ધની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

મળેલી માહિતી મુજબ,આનંદનગરમાં બ્લોક નં-8 માં ગ્રાઉન્ડ ફલોરના કવાર્ટરમાં રહેતા વેલજી ભુરા પીઠવા (ઉ.વ.86) આજે સવારે પોતાના કવાર્ટરની બહાર રમતી સાત વર્ષની બાળાને પોતાના કવાર્ટરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી તેણે બાળા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.બાળાએ વિરોધ કરતા તેને ચુપ કરાવી દીધી હતી.એટલુ જ નહી દરવાજાનો આગળીયો પણ તેને ખોલવા દીધો ન હતો.બાદમાં બાળા રડતી રડતી કવાર્ટરની બહાર નિકળી હતી અને રડતી બાળાએ વાલીને સમગ્ર હકીકત કહેતા પાડોશીઓને પણ જાણ થઈ હતી.આખરે પાડોશીઓએ મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કરતા તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.અભયમના સ્ટાફે ભોગ બનનાર બાળાની પુછપરછ કરતા તેણે આપવિતિ કહી હતી.જેથી અભયમનો સ્ટાફ,ભોગ બનનાર બાળા અને તેના વાલીઓને લઈ ભકિતનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.જયાં પીએસઆઈ એ.જે.લાઠીયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી આરોપી વેલજી સામે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી.

પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ભોગ બનનાર બાળા દરરોજ સવારે તેના પિતાની લારીએ જતી હતી.જે આજે પણ તે પિતાની નિત્યક્રમ મુજબ લારીએ ગઈ હતી.તે વખતે તેની આંખ લાલ હોવાથી પિતાએ અગાઉથી લઈ રાખેલા ટીપા તેની આંખમાં નાખી નાસ્તો કરાવ્યો હતો.ત્યારબાદ પિતાએ માતા પાસે વાળ સરખા કરાવવા માટે મોકલી દીધી હતી.જો કે બાદમાં બાળા વાળ સરખા કરાવ્યા બાદ પિતાની લારીએ નહી આવતા પિતાને શંકા ગઈ હતી.જેથી ઘરે જઈ પત્નીને પુછતા તેણે પુત્રી હાલ કયા છે તે બાબતે અજાણ હોવાનું કહ્યું હતું.

જેથી આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી.બાળા જયાં પણ રમવા જતી ત્યાં પણ તપાસ કરી હતી.નાના બાળકોની પણ પુછપરછ કરી હતી. પરંતુ પતો લાગ્યો ન હતો.પરીવારના સભ્યો શોધખોળમાં લાગ્યા હતા ત્યાં આરોપી વેલજીના કવાર્ટરમાંથી બાળા રડતી રડતી બહાર નિકળી હતી. તે વખતે તેના વાળ વેરવિખેર હતા.પરીણામે તત્કાળ તેને લઈ પરીવારજનો ઘરે પહોંચ્યા હતા.જયાં વિશ્વાસમાં લઈ પુછતા બાળાએ જે કવાર્ટરમાંથી નિકળી ત્યાં રહેતા દાદા તેને પોતાના ઘરમાં લઈ જઈ દરવાજો અંદરથી બંધ કરી ખરાબ કામ કર્યું હોવાનું બયાન આપ્યું હતું.આરોપી વેલજીએ સૌ પ્રથમ પોલીસ સમક્ષ બનાવનો સાફ ઈન્કાર કરી દીધો હતો.પરંતુ મેડીકલ ચેકઅપમાં તેનો ભાંડો ફુટી ગયો હતો અને તેણે બાળા સાથે અજુગતુ કર્યાનું સ્પષ્ટ બની ગયું હતું.

આ સમાચારને શેર કરો