વાંકાનેર: દલડી ગામની સીમમાંથી 8 જુગારીઓને ઝડપી લીધા.

વાંકનેર : તાલુકાના દલડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 41,000 કબ્જે કર્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન દલડી ગામની સીમમાં દરોડો પાડી રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા, ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા, વીનુભાઇ કેશાભાઇ વાઘેલા, રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, વીનુભાઇ ધીરૂભાઇ રંગપરા, રસીકભાઇ ચતુરભાઇ વાઘેલા, સવજીભાઇ માવજીભાઇ ચૌહાણ અને ભવાનભાઇ દેવાભાઇ વાઘેલા નામના જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 41 હજાર કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો