Placeholder canvas

વાંકાનેર: ઠીકરીયાળી અને અદેપર પાસે જુગાર રમતા 8 ઝડપાયા, 4 ભાગી ગયા…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઠીકરીયાળી અને અદેપર ગામે બાતમીને આધારે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે 4 આરોપીઓ નાસી જતા તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકા પોલીસે અદેપર અને મેસરિયા વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિર નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આરોપી વનાભાઇ ગેલાભાઇ મેર, સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા અને મહેશભાઇ વેલજીભાઇ ડાભીને પકડી પાડ્યા હતા જ્યારે આરોપી અશ્વિનભાઇ બચુભાઇ કોળી, મુન્નાભાઇ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી અને રામજીભાઇ વિનુભાઇ કોળી નાસી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 12,300 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા કાર્યવાહીમાં પોલીસે ઠીકરીયાળી ગામની નદીના પટ્ટમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રતાભાઇ બાવાભાઇ ગોહીલ, રાજુભાઇ મનજીભાઇ માલકીયા, અજીતભાઇ રામકુભાઇ ખાચર, વિજયભાઇ વિનુભાઇ નાકીયા અને વિપુલભાઇ મનજીભાઇ માલકીયાને ઝડપી લીધા હતા જ્યારે આરોપી નરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ ભાગી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 14,400 કબ્જે કરી તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો