Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-1 ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ફૂટ નવા પાણીની આવક

જળસપાટી પહોંચી ૩૬ ફૂટ પર, હજૂ 18 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ…

મચ્છુ-1 ડેમની જળસપાટી પહોંચી ૩૬ ફૂટ પર

વાંકાનેરનો જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ માં છેલ્લા ૨૪ કલાકમાં નવા પાણીની ખૂબ સારી માત્રામાં આવક થઈ રહી છે. છેલ્લા બે દિવસથી વાંકાનેર અને કુવાડવા વિસ્તારમાં સારો વરસાદ પડતા મચ્છુ-૧ માં પાણીની સપાટીમાં વધારો થતો રહ્યો છે.

વાંકાનેર મચ્છુ 1 ડેમ માં છેલ્લા ૨૪ કલાકમાં આઠ ફૂટ નવું પાણી આવ્યું છે, હાલ મચ્છુ 1 ડેમની જળ સપાટી ૩૬ ફૂટ પર પહોંચી છે. આ લખાય છે ત્યારે હજુ મચ્છુ 1 ડેમ માં અઢાર હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આમ મોટી માત્રામાં પાણીની આવક હોવાના કારણે આજ સાંજ સુધીમાં મચ્છુ 1 ડેમ અડધો ભરાઈ જવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરના મચ્છુ 1 ડેમ માં કોઈ દરવાજા આવેલ નથી સૌરાષ્ટ્રનો અને કદાચ ગુજરાતનો દરવાજા વગરનો એકમાત્ર મચ્છુ 1 ડેમ છે. મચ્છુ 1 ડેમ ની કુલ સપાટી 49 ફૂટની છે અને ૪૦ ફૂટે મચ્છુ 1 ડેમ અડધો ભરાય છે.

મચ્છુ 1 ડેમમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળે છે. કેમકે મચ્છુ 1 ડેમ ઓવરફલો થઈ જાય તો આ ડેમમાંથી ખેતીમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જેમના કારણે ઘણી બધી જમીનમાં વાવેતર થાય છે.

આ સમાચારને શેર કરો