વાંકાનેરમાં આંખનો 8 દિવસનો વિનામૂલ્યે મેગા કેમ્પ

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023 માં 8 દિવસના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે…. આ કેમ્પમાં ફોરેનના (વિદેશના) તથા ભારતના મુંબઈ, નાગપુર, પુના, ચેન્નઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે જેવા સીટીના આંખના નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળશે

આ કેમ્પમાં ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે…. એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે…

🔸 ત્રાંસી આંખ માટે કોઈપણ ઉંમરના દર્દી નામ નોંધાવી શકશે 🔸

🔸 બાળ મોતીયા માટે અથવા આંખની અન્ય તકલીફ માટે 16 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો જ નામ લખાવી શકશે

🔸 17 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને મોતિયાની તકલીફ અથવા આંખની અન્ય તકલીફ હોય તેવા દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે નહીં… તેમના માટે કેમ્પની તારીખના સિવાયના સમયમાં આંખ બતાવી શકાશે અને મોતિયાના વિના મૂલ્યે ઓપરેશન પણ કરાવી શકાશે

🔸 કેમ્પમાં ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે

🔸 કેમ્પમાં જે દર્દીઓએ અગાઉથી નામ લખાવેલું હશે તેમને જ જોવામાં આવશે (એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે) ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે…તેના માટે રૂબરૂ હોસ્પિટલે આવવાની જરૂર નથી

🔸 કેમ્પમાં દર્દીની સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે…. બેથી વધારે નહીં

🔸 કેમ્પમાં નીચેના નંબર ઉપર તારીખ 1/1/2023 થી 15/1/2023 સુધીમાં ફોન ઉપર નામ લખાવવાનું રહેશે… કેમ્પ ની તારીખ 21/1/23, શનિવાર થી 28/1/23, શનિવાર સુધી છે જેમાં દર્દી ને જે તારીખની એપોઇન્ટમેન્ટ મળે તે તારીખે સવારે 9 થી 12 ની વચ્ચે આંખ બતાવવા આવવાનું રહેશે. આંખ જોયા પછી ડોકટર પોતાનો અભિપ્રાય આપી શકશે

ફોન કરવાનો સમય (નામ લખાવવાનો – એપોઈન્ટમેન્ટ)
સવારે 9:30 થી 1:00 તથા બપોરે 3:00 થી 6:00 નો રહેશે…
ફોન નં. 02828-222082, મો. 94089 39982

♦️સરનામું♦️
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
એન. આર. દોશી આંખની હોસ્પિટલ
નવા બસ સ્ટેશન ની બાજુમાં, વિદ્યાભારતી સ્કૂલ ની સામે,રાજકોટ રોડ
વાંકાનેર (જીલ્લો – મોરબી)

આ સમાચારને શેર કરો