Placeholder canvas

રાજકોટ જિલ્લામાં વધુ 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત


હેલ્પ લાઈનોમાં કોલ્સની સંખ્યામાં વધારો, હોસ્પિટલોમાં ફરી બેડની સંખ્યા ઘટવા લાગી

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કોરોના સંક્રમણમાં વધારા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દિવાની-નવા વર્ષના તહેવારો બાદ કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે 7 દર્દીઓના મોત બાદ આજે વધુ 8 દર્દીઓના મોત થયાની સતાવાર જાહેર થયું છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રએ આજે બહાર પાડેલા બુલેટીનમાં 8 દર્દીના મોત થયાનું જાહેર કર્યુ છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની 1321 ટીમો દ્વારા 67546 ઘરનો સર્વે કરાયો છે જેમાં તાવ, શરદી, ઉધરસ ધરાવતા 151 દદીઓને દવા આપવામાં આવી હતી. 51 ધન્વંતરી રથમાં 6146 દર્દીઓને દવાનું વિતરણ થયું છે. 7 સંજીવની રથ પણ દોડી રહ્યા છે. 104 હેલ્પલાઈનમાં 8 અને 108 હેલ્પલાઈનમાં 42 કોલ્સ આયા છે. હાલ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પીટલમાં 2974 બેડ ઉપલબ્ધ છે.કાર્યરત માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 269 પર પહોંચી છે.

આ સમાચારને શેર કરો