Placeholder canvas

વાંકાનેર: નવપરામાં બે જગ્યાએથી જુગાર રમતા 8 ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરના નવાપરા વિસ્તારમાં જુગારના બે અલગ અલગ દરોડામાં આઠ જુગારીઓને જુગાર રમતા ઝડપીને રોકડા રૂપિયા 3200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા પુલ નીચે દરોડો પાડી મેહુલભાઇ ગોરધનભાઇ ચારોલીયા, મુકેશભાઇ જીણાભાઇ કુઢીંયા, દેવરાજભાઇ અશોકભાઇ થારકીયા અને દેવરાજભાઇ નાનજીભાઇ કડીવારને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 800 કબ્જે કર્યા હતા.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા ખોડિયાર ચોકમાં જાહેરમાં જુગાર રમતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ શામજીભાઈ દેકાવડીયા, અશ્વિનભાઈ સુરેશભાઈ બાવળીયા, સાગરભાઈ રામજીભાઈ માલકીયા અને હિરાભાઈ ગોવિંદભાઈ ચાવડાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2400 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો