Placeholder canvas

વાંકાનેર: અમરસર ગામે જાહેરમાં જુગાર રમતા 8 પત્તા પ્રેમી ઝડપાયા

રૂ.21.800 રોકડા સાથે 8 જુગારી ઝડપાયા

વાંકાનેર તાલુકાના અમરસર ગામે પંચાયતની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની પો.કોસ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા, કુષ્ણસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે અમરસર ગામે પંચાયત પાસે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા હતા.

ઝડપાયેલા આ 8 વ્યક્તિઓમાં (૧) તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચ જાતે-સંધી (૨) શેખરભાઇ સલીમભાઇ શાહમદાર જાતે ફકીર (૩) રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ જાતે સંધી (૪) એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી જાતે ફકીર (૫) રસુલભાઇ હાજીભાઇ શાહમદાર જાતે ફકીર (૬)રમજુભાઈ હાજીભાઈ શાહમદાર જાતે ફકીર (૭) સિકદરભાઈ મુરાદભાઈ બ્લોચજાતે સંધી
(૮) હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચજાતે સંધી સહિતને 21800 મુદ્દા માલ સાથે ઝડપીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, પો.હેડકોન્સ પ્રદીપર્સિહ ઝાલા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા,પો.કોન્સ દીવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ ભાઈ
વાસાણી, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા અને અજીતભાઈ સોલંકી જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો