વાંકાનેર: જાલી ગામના વૃદ્ધે વોટ્સએપ લિંક ખોલતા જ બેંકમાંથી 77 હજાર ઉપડી ગયા..!!
વાંકાનેર : સાયબર ગઠિયાઓ અનેક પ્રકારની છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં રહેતા વૃદ્ધને તેમના જ મિત્રએ મોકલાવેલી લિંક ખોલતા જ બેન્કમાંથી બે વખત કટકે કટકે રૂપિયા 77,728 ઉપડી જતા સાયબર ફ્રોડ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડી ગામના માર્ગે રહેતા હૈદરઅલી આહમદભાઈ કટિયા ઉ.70 નામના વૃદ્ધ ખેડૂતના મિત્ર જામભાઈએ વોટ્સએપમા એક લિંક મોકલતા હૈદરઅલીએ લિંક ખોલતા જ તેમના બેન્ક એકાઉન્ટમાંથી પહેલા 48,808 અને બીજી વખત 28,920 ઉપડી જતા બેંકમાં તપાસ કરતા અજાણ્યા યુપીઆઈ આઈડી ધારકે બે અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ઉપાડી લીધા હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવામાં આવ્યો છે.

