વાંકાનેર

વાંકાનેર તાલુકામાં આવેલ નવા કોઠારીયા પ્રાથમિક નો સ્થાપના દિન ભાવભેર ઉજવાયો. શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. આ સાથે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનની ઉજવણી lમાં બાળકોએ હોશે હોશે ભાગ લીધો. સ્થાપના દિનની ઉજવણી વેળાએ શાળામાં પાયાના પથ્થર સમાન જુના શિક્ષકોને યાદ કરવામાં આવ્યા. જેમાં મગનભાઈ,પ્રકાશભાઈ, જલ્પાબેન ખાસ યાદ કર્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ,હિરેનભાઈ,ધર્મેશભાઈ, હેતલબેન અને શાળા ના આચાર્ય અનિમેષભાઈ એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે બાળકોને શાળા પરિવાર દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો.
” બાલ દેવો ભવ”

આ સમાચારને શેર કરો