વાંકાનેર સિટી પીઆઇ એચ.વી.ઘેલા સહીત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી…

વાંકાનેર સિટી પીઆઇ એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખા મોરબીમાં બદલી…
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 7 પીઆઈની અરસ પરસ બદલીના ઓર્ડર કરાયા છે. જેને પગલે જિલ્લા પોલીસમાં મોટા ફેરફાર આવ્યા છે.
મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પીઆઇ એન.આર.મકવાણાની એસઓજીમાં, સાયબર ક્રાઇમના આર.એસ.પટેલની મોરબી સિટી એ ડિવિઝન, વાંકાનેર સિટી પીઆઇ એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખા, ટ્રાફિક શાખાના કે.એમ.છાસિયાની ટંકારા, લિવ રિઝર્વમાં રહેલા આર.સી.ગોહિલની માળિયા મિયાણા અને એસ.કે.ચારેલને મોરબી તાલુકા મુકવામાં આવ્યા છે.
જ્યારે કે.કે. દરબારને લિવ રિઝર્વ દરમિયાન સાયબર ક્રાઈમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એસ.કે.ચારેલને ટંકારા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.
