Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધા 60 બહેનોએ ભાગ લીધો…

વાંકાનેર: ગઈ કાલે તારીખ 23/10/2022 ને રવિવાર ના રોજ ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળી સ્પર્ધામાં ટોટલ 60 બહેનોએ ભાગ લીધેલ..આ સ્પર્ધા બે વિભાગમા થયેલ જેમાં વિભાગ એક 5 થી 15 વર્ષ ના ભાઇઓ બહેનો તથા વિભાગ બે 16 થી 60 સુધી ના ભાઇઓ બહેનો એ ભાગ લીધેલ…

સમગ્ર સ્પર્ધામા નિર્ણાયક તરીકે મોરબીના રૂપલબેન શાહએ તથા વાંકાનેરના શીતલબેન શાહ એ સેવા આપુ હતી…આ કાર્યક્રમમા ખાસ મહાનુભાવ તરીખે એક માત્ર લેડી હાસ્ય કલાકાર અવનીબેન વ્યાસ તથા યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની હાજર રહ્યા હતાં…

વિભાગ એક માં પહેલા નંબર પર વખારિયા માહી, બીજા નંબર પર જોબનપુત્રા દેવ તથા ત્રીજા નંબરે ગામોત સ્વાતિ આવેલ…આ સાથે વિભાગે બે મા પહેલા નંબરે જીગીશાબેન તલસાણીયા, બીજા નંબરે સોલંકી રવિનાબેન અને ત્રીજા નંબરે શ્રધ્ધાબેન ભટ્ટ તથા ભાવિશાબેન સોની આવેલ… દરેક સ્પર્ધક ને ગાયત્રી પરિવાર વાંકાનેર તરત થી સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામા આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નું આયોજન ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા કરવામા આવ્યુ હતું, આ તકે ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ, સવજીભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ દવે, રાહુલ જોબનપુત્રા, ડો. મીતુલપટેલ સાહેબ, જીતેન્દ્રભાઈ વ્યાસ, કિશોરભાઈ ભટ્ટી, દમયંતીબેન મહેતા, તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E
આ સમાચારને શેર કરો