મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ…


મોરબી: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ભારે પ્રવાહની સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પંચાયત હસ્તકના છ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના પ્રવાહ અને માર્ગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી તાલુકાનો મોરબી-ધરમપુર-સાદુળકા રોડ તેમજ આંદેરડા-વાંકડા રોડ, માળિયા તાલુકાનો એન.એચ.-માળિયા એપ્રોચ રોડ અને વાંકાનેર તાલુકાના જાલી-દેરાળા-રાજસ્થળી રોડ, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી રોડ તેમજ લુણસર-રાજસ્થળી રોડ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ ફરી વળતાં આ માર્ગ પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને જોખમ ન લેવાની અપીલ કરવામાં આવી છે.

હળવદથી સરા તરફ અવરજવર કરતા વાહનચાલકોને હળવદ–કડિયાણા–સરા માર્ગનો વૈકલ્પિક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ વાહનચાલકો અને ગ્રામજનોને પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર પસાર થવાનો પ્રયાસ ન કરવા તેમજ સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on