Placeholder canvas

મોરબીમાં વધુ 5 કોરોનાના કેસ નોંધાયા, આજના કુલ કેસ 6

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસ ફેલાવાની ઝડપ વધી રહી છે. સોમવારે બપોર સુધીમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જ્યારે બપોર બાદ વધુ પાંચ પોઝિટિવ કેસ જાહેર થયા છે. આ સાથે મોરબીમાં આજના કુલ 6 કેસ નોંધાયા છે.

આજે બપોર બાદ મોરબી તાલુકાના જેતપર ગામમાં સોનિવાડી શેરીમાં રહેતા 66 વર્ષના વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબીની પારેખશેરીમાં રહેતા 54 વર્ષના પુરુષ અને 61 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મોરબીના કાયાજી પ્લોટ-2માં રહેતા પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 45 વર્ષના પુરુષ અને 41 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 180 થયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો