Placeholder canvas

વાંકાનેરમાં શ્રાવણ્યો જુગાર જામ્યો: ધમલપરમાંથી 5 ઝડપાયા,1 ફરાર

વાંકાનેર તાલુકાના ધમલપર2 ગામે પ્રાથમિક શાળાની પાછળની શેરીમાં રાતના સમયે અજવાળું કરી જાહેરમાં જુગાર રમતા 5 શકુનિઓ રૂ.7540 રોકડા ઝડપાયા, એક ફરાર

મળતી માહિતી મુજબ વાંકાનેર ધમલપર 2 ગામે પ્રાથમિક સ્કૂલ પાછળની શેરીમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા(૧) રવિભાઈ શંકરભાઈ કાજીયા રહે ધમલપર (૨) અર્જુનભાઈ પ્રતાપભાઈ અબાસાણીયા રહે દીઘલીયા (૩) કલ્પેશ ગાડુભાઈ તલસાણીયા રહે ધમલપર (૪) મહેશ કરશનભાઇ ચાવડા રહે ધમલપર (૫) અજીત પ્રતાપભાઈ અબાસાણીયા રહે દીઘલીય જ્યારે દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડીયા (રહે ધમલપર) ફરાર થયેલ છે.

આ રેડમાં પોલીસે આરોપીઓને રોકડા રૂપિયા 7540 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો