ધાર્મિક

શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર – ભક્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અને આશીર્વાદની પૂર્ણતા

શ્રાવણ માસના ભક્તિમય પ્રવાસનો આજે અંતિમ ચોથો સોમવાર છે.
આ સમગ્ર મહિનામાં ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને ધતૂરા અર્પણ કરીને ભોળેનાથની આરાધના કરી છે. દરેક સોમવારે ભક્તિનો ઉમંગ વધતો ગયો છે અને આજે તે પોતાની પૂર્ણતા તરફ આગળ વધે છે.


🙏 આજનું વિશેષ મહત્વ

ચોથો શ્રાવણીયો સોમવાર પૂર્ણતા, સંતોષ અને આશીર્વાદનું પ્રતિક છે.
આ દિવસે કરવામાં આવેલી શિવપૂજા અને ઉપવાસથી ભક્તોના પાપો ક્ષીણ થાય છે અને તેમને આરોગ્ય, સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

👉શિવલિંગ પર ગંગાજળ, દૂધ અને મધથી અભિષેક કરવો.
👉બિલ્લીપત્રની માળા અર્પણ કરવી.
👉૧૧૦૦ વખત ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
👉ગરીબોને વસ્ત્ર અથવા અન્નદાન કરવું.


🕉️ આધ્યાત્મિક સંદેશ

શ્રાવણ માસ આપણને ભક્તિ, ધીરજ અને તપસ્યાનું પવિત્ર પાઠ ભણાવે છે.
ચોથો સોમવાર આપણને યાદ અપાવે છે કે…

“પ્રાર્થનાની શરૂઆત જેટલી મહત્વની છે, તેટલી જ તેનું નિરંતર પાલન અને સમાપ્તિ પણ.”

આજે ભક્તિનો પરિપૂર્ણ સ્વરૂપ અનુભવાય છે. મનની અશાંતિ દૂર થાય છે અને જીવનમાં નવા પ્રકાશનો અનુભવ થાય છે.


🌿 આજનો સંકલ્પ

👉આખા માસની ભક્તિને જીવનભર જાળવી રાખવાનો સંકલ્પ.
👉દરરોજ થોડા મંત્રજાપને જીવનનો ભાગ બનાવવો.
👉પ્રકૃતિ અને સમાજ પ્રત્યે આભારી બનવું.


🔚 અંતિમ પ્રાર્થના

શ્રાવણ માસના અંતિમ સોમવારે સૌ ભક્તો એકસાથે ભોળેનાથને પ્રાર્થના કરે છે.

“હે ભોળેનાથ, અમારા મનમાંથી દુઃખ, ક્રોધ અને અહંકાર દૂર કરજો.
અમારી ભક્તિને અખંડ રાખજો અને અમને ધર્મના માર્ગ પર સ્થિર કરજો.”

.-શીતલ શાહ (પ્રિનિસિપાલ, મહિલા કોલેજ-વાંકાનેર)

આ સમાચારને શેર કરો