Placeholder canvas

વાંકાનેર: 48 બોટલ દારૂ ઝડપાયો પણ આરોપી ફરાર…

વાંકનેર : વાંકાનેર શહેરમાં મારુતિ શોરૂમ પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 48 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બુટલેગરને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મારુતિ શોરૂમ પાછળના વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે આરોપી જુનેદ યાકુબભાઈ મિયાણા રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનના ફળિયામાંથી 48 બોટલ મેકડોવેલ નંબર વન દારૂ મળી આવતા વાંકાનેર સીટી પોલીસ ટીમે 18,000ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી જુનેદને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN
આ સમાચારને શેર કરો