ધોરણ 10 અને 12ના ઉત્કૃષ્ટ પરિણામ સાથે વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની શૈક્ષણિક સિદ્ધિનો વધુ એક ઉજ્જવળ અધ્યાય
વાંકાનેર : શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામોની પરંપરા જાળવી રાખનાર વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે વર્ષ 2026માં પણ શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી સિદ્ધિ નોંધાવી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણ દિન નિમિત્તે યોજાયેલા સન્માન સમારોહમાં ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામમાં સમગ્ર મોરબી જિલ્લાના TOP-3માં ધી મોડર્ન સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવતા શાળાની શૈક્ષણિક પ્રતિભાનો વધુ એક વખત પરિચય થયો છે.
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લા પ્રથમ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગઢવારા ઇરમ મુસ્તાકભાઈએ 96.14 ટકા અને 99.96 PR મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભોરણીયા માસુરા રસુલભાઈ અને શેરસીયા ઉમૈરા નજરૂદીનભાઈએ 95.43 ટકા અને 99.92 PR સાથે સમગ્ર મોરબી જિલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બંને વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10માં પણ જિલ્લા કક્ષાએ શાનદાર પ્રદર્શન
ધોરણ 10ના પરિણામમાં પણ ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની પરાસરા લીઝા એમ.એ 98.17 ટકા અને 99.98 PR સાથે સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા, પરિવાર અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું હતું.

ધોરણ 12માં 100 ટકા પરિણામ
વર્ષ 2026ની માર્ચ બોર્ડ પરીક્ષામાં ધી મોડર્ન સ્કૂલે ધોરણ 12માં 100 ટકા પરિણામ મેળવ્યું હતું. આ સિદ્ધિ બદલ સન્માન સમારોહમાં શાળાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
પરિણામોની લાંબી અને ગૌરવપૂર્ણ પરંપરા
ધી મોડર્ન સ્કૂલની વિશેષતા માત્ર જિલ્લા કક્ષાના TOP-3 સુધી મર્યાદિત નથી. શાળાએ વાંકાનેર કેન્દ્રના પરિણામોમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
માર્ચ-2026 ધોરણ 12 સામાન્ય પ્રવાહ :
વાંકાનેર કેન્દ્રના TOP-10માં સૌથી વધુ 8 વિદ્યાર્થીઓ
A-1 ગ્રેડ મેળવનારા 27 વિદ્યાર્થીઓ

માર્ચ-2026 ધોરણ 10 :
વાંકાનેર કેન્દ્રના TOP-10માં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ
90%થી વધુ ગુણ મેળવનારા 75 વિદ્યાર્થીઓ
GUJCET-2026 :
વાંકાનેર કેન્દ્રના TOP-10માં 11 વિદ્યાર્થીઓ
NEET-2026 :
400થી વધુ ગુણ મેળવનારા 18 વિદ્યાર્થીઓ MBBS (GQ)માં પ્રવેશપાત્ર
આ ઉપરાંત 2025ના પરિણામમાં પણ ધોરણ 10માં વાંકાનેર કેન્દ્રના TOP-10માં સૌથી વધુ 7 વિદ્યાર્થીઓ, 90%થી વધુ ગુણ મેળવનારા 50 વિદ્યાર્થીઓ તથા GUJCET અને NEETમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી.

