મોરબી જીલ્લાના 4 પીઆઈની બદલી કરતા એસપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 4 પીઆઈની આંતરિક બદલીઓના હુકમો કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસમાં આચારસંહિતા ઉઠ્યા બાદ આ પ્રથમ બદલીના ઓર્ડર થયા છે.

આ બદલીમાં લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.એસ.પટેલને સાયબર ક્રાઇમ પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. પીઆઈ એન.આર.મકવાણાને મોરબી તાલુકા પોલીસ મથક પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. કે.કે.દરબારને સીપીઆઈ મોરબી તરીકે પોસ્ટિંગ અપાયું છે. મોરબી સીપીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ એન.એ.વસાવાને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો