Placeholder canvas

વાંકાનેર: તીથવા પાસે આસોઈ નદીમાં 4 છોકરીઓ ડૂબી, 2ને બચાવી લેવાઈ, 2ની શોધ ચાલુ…

વાંકાનેર: તીથવા ચાર છોકરીઓ આસો નદીમાં નાહવા જતાં તણાઈ હતી જેમાંથી બે છોકરીઓને બચાવી લેવાય છે અને બે છોકરીઓ હજુ સુધી મળી નથી તેમને લોકો પાણીમાં શોધી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ અમરસર તાળાવ પાસે ધારમાં ઝુપડા કરીને રહેતા ફકીર પરિવારની ચાર છોકરીઓ તીથવા ગામમાં (ભીખ) માંગવા માટે ગઈ હતી અને બપોરના સમયે તીથવા PHCમાં દવા લેવા પણ ગઇ હતી. બાદમાં તીથવા ગામના ઝાંપા પાસે આવેલ નિશાળના ગેટ પાસે બેસીને ખાધુ હતું. અને ગામમાંથી મેળેલ અનાજના પોટલા ત્યાં મૂકીને તે ચારેય છોકરીઓ તીથવા કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થતો માળીયાના માર્ગમાં થઈને આસોઈ નદીના બેઠા પુલ પાસે નાહવા ગઇ હતી.

આ ચારે છોકરીઓ મા બે છોકરીઓ બાર તેર વર્ષની અને બે છોકરીઓ છ-સાત વર્ષની હોવાની માહિતી મળી છે. આ છોકરીઓ પાણીમાં ડુબવા લાગી અને અવાજ કરતા કોઈએ બંને નાની છોકરીઓને બહાર કાઢી હતી અને બંને મોટી છોકરીઓ પાણીના વધુ પ્રવાહમાં અને ઊંડાણમાં ખેંચાઈને જતી રહી હતી. તેમની શોધ સ્થાનિક લોકો હાલમાં કરી રહ્યા છે હજુ સુધી એટલે કે સાંજના ચાર વાગ્યા સુધી આ બંને છોકરીઓ નો કોઈ પત્તો લાગ્યો નથી.

વધુ માહિતી મળ્યા મુજબ અમરસરના તળાવ પાસે પાંચદ્વારકાનો જુદા પડતા રસ્તા પાસે, પાણીના સમ્પ પાસે ધારમાં ફકીર પરિવાર ઝુપડા કરીને રહે છે. તે પરિવારની આ છોકરીઓ તીથવા ગામમાંથી ભીખમાં મેળવેલું અનાજના પોટલા હજુ તીથવાની જાપા પાસે આવેલી શાળાએ પડેલ હોવાની માહિતી મળેલ છે. તેથી એવો પ્રાથમિક અંદાજ કરી શકાય કે આ છોકરીઓ નદીએ નાહવા માટે ગઈ હશે.

સમય સાંજના 4:40

અમોને મળેલ માહિતી મુજબ સાંજના 04:40 જ્યાં ઘટના બની છે ત્યાં વરસાદ ચાલુ થઈ જતા લોકો ત્યાંથી વીખેરાઈ ગયા છે અને શોધવાની કામગીરી ખોરંભે પડી શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો