મંદિરે દર્શન કરવા જઇ રહેલ પરિવારની કારના અકસ્માતમાં 4ના મોત
સુરેન્દ્રનગરના લખતર ગામના હાઈવે પર મંદિરે દર્શન કરવા પરિવાર જઈ રહ્યો હતો આ સમયે હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો અને ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર થી લખતર ગામ અને વઢવાણા વચ્ચે હાઈવે પર આઈશર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી અને આઈશર સાથે હ્યુન્ડાઈની સેન્ટ્રો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ચાલક સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાંથી એક મહિલા અને એક છોકરી સહિત બે પુરૂષોના મોત થયા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..
મળેલી માહિતી મુજબ પરિવાર અને વડીલો માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ લખતર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એક જ પરિવારના ચાર લોકોના મોતને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

