મોરબી જિલ્લામાં આજે નવા 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા.

મોરબી: આજે મોરબી જિલ્લામાં નવા 4 કોરોનાના કેસ નોંધાયા છે, આજે નવા ચાર કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસનો આંકડો 7 પર પહોંચ્યો છે.

આમ હવે મોરબી જિલ્લામાં પણ કોરોના કેસ સામે આવતા થયા છે, જેથી લોકોએ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. ખાસ કરીને બહાર ગયેલ લોકો જ્યારે પોતાના ઘરે પરત ફરે ત્યારે ખાસ ટેસ્ટ કરાવી લેવું જોઈએ જેથી તેમનો પરિવાર સલામત રહે અને જો પોઝિટિવ આવે તો તેમને તાત્કાલિક સારવાર લઇ શકાય.

આ સમાચારને શેર કરો