Placeholder canvas

વાંકાનેર: ધમલપર ફાટક પાસેથી જુગાર રમતા 4 પતા પ્રેમી ઝડપાયા

વાંકાનેર : સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ધમલપર ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રંગે હાથ ઝડપાયા હતા. રોકડા રૂપિયા 5390 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર ફાટક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા રાજભાઇ અશોકભાઇ ધામેચા, રહે.વાંકાનેર વીશીપરા સ્મશાન રોડ, મનિષભાઇ જગદીશભાઇ સુરેલા, રહે.વાંકાનેર વીશીપરા પુજારા કારખાના પાસે, રાહુલભાઈ અશોકભાઈ જીંજવાડીયા, રહે.વાંકાનેર વીશીપરા દીપુવાળી શેરી તથા રોહીતભાઇ રસીકભાઇ કાંજીયા, રહે.વાંકાનેર વીશીપરા ચોક વાળને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5390 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો