Placeholder canvas

વાંકાનેરમાં નગરપાલિકા ટાઉન હોલ નજીક વરલી મટકાનો જુગાર રમાડતા 4 ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરમાં એલસીબી પોલીસ ટીમે વરલી મટકાના 4 ધંધાર્થીઓને ઝડપી લઈ રૂપિયા 8210ની રોકડ સહિત કુલ 28,210નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહિત મુજબ વાંકાનેરમાં એલસીબી ટીમે દરોડો પાડી નગરપાલિકા ટાઉન હોલ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હાફીઝ હીદાયતભાઇ ઇસાણી, સુભાષભાઇ વસંતભાઇ મીયાત્રા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઇ ગોહેલ અને પ્રદીપ રમણીકભાઇ પઢારીયાને વર્લી સાહીત્ય તથા રોકડા રૂા.8210 તેમજ મોબાઇલ ફોન નંગ-04 કિ.રૂા.20,000 મળી કી.રૂા.28,210 સાથે ઝડપી લઈ વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો